Voice of Vadgam
વોઇસ ઓફ વડગામ
૨૯/૦૭/૨૦૧૮
આજ તારીખ ૨૯ જુલાઈ ૨૦૧૮ ના રોજ વડગામ વિધાનસભા ના વિભિન્ન સમુદાય ના આગેવાનો ,યુવાનો તેમજ પ્રતિનિધિઓ મજાદર ગામ સ્થિત રામાપીર ના સામુદાયિક હોલ માં એકત્રિત થયા હતા.
જે બેઠક આ દલીત સમાજ ના આંતરિક વિભિન્ન સમાજો ના એકતા ના દર્શન થયા હતાં. તેમજ ઠાકોર તેમજ મુસ્લિમ સમાજ ના અગ્રિણીઓ એ પણ આ બેઠક માં હાજરી આપી તેમજ વડગામ વિધાન સભા ના યુવાનો ની પહેલ ને ટેકો આપ્યો હતો.
વડગામ વિધાનસભા માં વીભિન્ન સમાજોની એકતા નું પ્રતીક તેવા લોક લાડીલા ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી ના મતવિસ્તાર ના યુવાનોએ વડગામ વિધાનસભા ના વિકાસ ના સાક્ષી બનવાની સાથો સાથ વડગામ ને અતૂટ એકતા અને યુવાનોની તાકાત નું પ્રતિક બનાવવાની દિશા માં પહેલ કરી છે . આવનાર દિવસો માં વોઈસ ઑફ વડગામ ના નેજા હેઠળ સમગ્ર વડગામ વિધાનસભા ના સક્રિય યુવાનોનું યુવા સંમેલન થવા જઈ રહ્યું છે જેમાં દરેક ગામ ના અનેક પ્રતિનિધિ હજાર રહેશે તે બાદ યુવાનો ગામે ગામ વિકાસ ના કામો માં લોકભાગીદારી વધારી વડગામ ને મોડેલ એસેમ્બલી બનાવવા ની દિશા માં જીગ્નેશભાઈ મેવાણી ને સહકાર માં વોઇસ ઓફ વડગામ ના યુવાનો પોતાની એકતા ને મજબૂત કરશે .
વડગામ માં યુવાનો દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના મતવિસ્તાર માં વિકાસ ના કામો માટે યુવાની ની સીધી ભાગીદારી નોંધવા ની તૈયારી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ઘટના છે કે જ્યારે યુવાનો સામેથી ધારાસભ્ય ને સાથે આટલી તાકાત અને એકતા થઈ પડખે રહી કાર્ય કરવા માટે મેહનત કરી રહયા છે.તેનો લાભ વડગામ ની પ્રજા ને સીધો મળી રહ્યો હોવાની ચર્ચા પંથક માં છે.
વોઇસ ઓફ વડગામ ની સ્થાપના અને હવે તેના કોર ટીમ ના સભ્યો માટે ની જાહેરાત યુવા સંમેલન બાદ કરવામાં આવસે.આજની બેઠક માં મુખ્યત્વે હસમુખ રાઠોડ, મુસ્તકિંમ , ભૂપેન્દ્રભાઈ , જાવનજી ભાઈ
Good work
ReplyDelete