Voice of Vadgam વોઇસ ઓફ વડગામ ૨૯/૦૭/૨૦૧૮ આજ તારીખ ૨૯ જુલાઈ ૨૦૧૮ ના રોજ વડગામ વિધાનસભા ના વિભિન્ન સમુદાય ના આગેવાનો ,યુવાનો તેમજ પ્રતિનિધિઓ મજાદર ગામ સ્થિત રામાપીર ના સામુદાયિક હોલ માં એકત્રિત થયા હતા. જે બેઠક આ દલીત સમાજ ના આંતરિક વિભિન્ન સમાજો ના એકતા ના દર્શન થયા હતાં. તેમજ ઠાકોર તેમજ મુસ્લિમ સમાજ ના અગ્રિણીઓ એ પણ આ બેઠક માં હાજરી આપી તેમજ વડગામ વિધાન સભા ના યુવાનો ની પહેલ ને ટેકો આપ્યો હતો. વડગામ વિધાનસભા માં વીભિન્ન સમાજોની એકતા નું પ્રતીક તેવા લોક લાડીલા ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી ના મતવિસ્તાર ના યુવાનોએ વડગામ વિધાનસભા ના વિકાસ ના સાક્ષી બનવાની સાથો સાથ વડગામ ને અતૂટ એકતા અને યુવાનોની તાકાત નું પ્રતિક બનાવવાની દિશા માં પહેલ કરી છે . આવનાર દિવસો માં વોઈસ ઑફ વડગામ ના નેજા હેઠળ સમગ્ર વડગામ વિધાનસભા ના સક્રિય યુવાનોનું યુવા સંમેલન થવા જઈ રહ્યું છે જેમાં દરેક ગામ ના અનેક પ્રતિનિધિ હજાર રહેશે તે બાદ યુવાનો ગામે ગામ વિકાસ ના કામો માં લોકભાગીદારી વધારી વડગામ ને મોડેલ એસેમ્બલી બનાવવા ની દિશા માં જીગ્નેશભાઈ મેવાણી ...